ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 300 રનમાં સમેટાયુ, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યુ ફોલોઓન
Live TV
-
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 300 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝની ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસ વરસાદ બાદ પ્રથમ સત્ર ધોવાયું હતું. લંચ બાદ ભારતીય બેટ્સમેનોએ શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 300 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે ભારતને 322 રનની લીડ મળી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું છે. ભારતીય ટીમ 3-1થી સિરીઝ જીતવાની નજીક પહોંચી ગઈ છે. પ્રથમ ઈનિંગમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. આ વચ્ચે વરસાદને કારણે મેચનું પ્રથમ સત્ર ધોવાઈ ગયું હતું. ગઈકાલે ત્રીજા દિવસે પણ વરસાદને કારણે 16.3 ઓવર ઓછી બોલિંગ થઈ હતી.