જામનગરમાં સિઝન બોલ ટુર્નામેન્ટનું આયોજન
Live TV
-
જામનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિઝન બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે..યુવાનોમાં ક્રિકેટ લોકપ્રિય રમત છે અને ક્રિકેટ રમતા યુવાનોને નવો મંચ મળે તે હેતુથી જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતના છ ગ્રાઉન્ડ પર ગઈકાલે ક્રિકેટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતના તમામ રાજયોની 30 જેટલી અન્ડર-17 બોયઝ ટીમો વચ્ચે ક્રિકેટનો T-20 જંગ જામશે. ઓપનિંગ સેરેમનીમાં ખ્યાતનામ ક્રિકેટર જયદેવ ઉનડકટ તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત જામનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટના અંતે મેન ઓફ ધ સીરીઝ સહિત ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આવનાર ટીમોને મેડલ તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આગામી 8 તારીખના રોજ ફાઇનલ સેરેમની યોજવામાં આવશે.