એશિયા કપ ક્રિકેટ મેચની ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને સાતમી વખત ટાઈટલ જીત્યું
Live TV
-
દુબઈમાં રમાયેલ એશિયા કપ ક્રિકેટ મેચની ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને સાતમી વખત ટાઈટલ જીત્યું છે.
દુબઈમાં રમાયેલ એશિયા કપ ક્રિકેટ મેચની ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને સાતમી વખત ટાઈટલ જીત્યું છે. ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને બેટીંગમાં ઉતાર્યું હતું. બાંગ્લાદેશ ટીમના ઓપનર લિટન દાસની સદીની મદદથી 48.3 ઓવરમાં 222 રન કરી ભારતને જીત માટે 223 રનનું લક્ષ આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ કેદાર જાદવ-2 બુમરાહ અને ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી રોહિતે 48 રન દિનેશ કાર્તિક અને ધોનીએ અનુક્રમે 37 અને 36 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચ ભારે રસાકસીભરી રહી હતી જેમાં છેલ્લી ઓવરના છેલ્લા બોલે કેદાર જાદવે જીત અપાવી હતી. કેદાર જાદવ અને કુલદીપ યાદવની જોડીએ બાજી પલટી હતી. આ મેચમાં મેન ઓફ ધ મેચ લિટન દાસને જ્યારે પ્લેયર ઓફ ધ સીરીઝ શિખર ધવનને જાહેર કર્યો હતો.