વેસ્ટઇન્ડિઝ સામે શરૂ થઈ રહેલી બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની કરાઈ જાહેરાત
Live TV
-
વિરાટ કોહલીનું ટેસ્ટ ટીમમાં પુનરાગમન થયું છે અને તે સુકાની પદ સંભાળશે. જ્યારે ઝડપી બોલર બુમરાહ અને ભુવનેશ્વરને ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાને રાખીને આરામ આપવામાં આવ્યો છે
બીસીસીઆઈએ વેસ્ટઇન્ડિઝ સામે ચાર ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. વિરાટ કોહલીનું ટેસ્ટ ટીમમાં પુનરાગમન થયું છે અને તે સુકાની પદ સંભાળશે. જ્યારે ઝડપી બોલર બુમરાહ અને ભુવનેશ્વરને ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાને રાખીને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં શિખર ધવનને પડતો મૂકાયો છે. તેમજ ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન અપાયું છે. પ્રથમ ટેસ્ટ ચાર તારીખે રાજકોટમાં રમાશે.