કોમનવેલ્થ ગેમ્સઃ 10માં દિવસે ભારતને મળ્યા 6 ગોલ્ડ સહિત કુલ 8 મેડલ
Live TV
-
કોમનવેલ્થ ગેમ્સનો 10મો દિવસ આજે ભારત માટે સોનેરી દિવસ રહ્યો છે. ભારતની ઝોળીમાં અત્યાર સુધી 6 ગોલ્ડ મેડલ સહિત કુલ 8 મેડલ આવી ચૂકયા છે. બોક્સિંગમાં એમસી મેરી કોમ, ગૌરવ સોલંકી, શુટિંગમાં સંજીવ રાજપૂત, પહેલવાન સુમિત મલિક, ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ અને હવે રેસલર મહિલા વિનેશ ફોગટેએ ગોલ્ડ મેડલ જીત્યો.
કોમનવેલ્થ ગેમ્સનો 10મો દિવસ આજે ભારત માટે સોનેરી દિવસ રહ્યો છે. ભારતની ઝોળીમાં અત્યાર સુધી 6 ગોલ્ડ મેડલ સહિત કુલ 8 મેડલ આવી ચૂકયા છે. બોક્સિંગમાં એમસી મેરી કોમ, ગૌરવ સોલંકી, શુટિંગમાં સંજીવ રાજપૂત, પહેલવાન સુમિત મલિક, ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ અને હવે રેસલર મહિલા વિનેશ ફોગટેએ ગોલ્ડ મેડલ જીત્યો.
ભારતના નીરજ ચોપડાએ 86.47 મીટર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ સીઝનમાં તેમનો બેસ્ટ થ્રો છે. આ સિવાય મેરિકોમે આજે બોક્સિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. તદઉપરાંત પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં સંજીવ રાજપૂતે ગોલ્ડ પર નિશાન સાંધ્યું. તો ભારતીય પહેલવાન સુમિત મલિકને પુરુષોના 125 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગમાં ગોલ્ડ જીત્યો. આમ આજે ભારત પર કોમનવેલ્થમાં ગોલ્ડનો જાણે વરસાદ થયો. તો પાંચમો ગોલ્ડ તો આજે પાક્કો જ છે. કારણ કે આજે પીવી સિંધુ અને સાઇન નેહવાલ વચ્ચે ગોલ્ડ મેડલ માટે શટલરની મેચ રમાશે. આમ, અત્યાર સુધીમાં ભારતને 23 ગોલ્ડ મળ્યા છે.
સાઇના-નેહવાલ ગોલ્ડ માટે રમશે ફાઇનલ
21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય શટલરોનો જલવો યથાવત છે. પીવી સિંધુ અને સાઇના નેહવાલે મહિલા સિંગલ કેટેગરીમાં પોત-પોતાની સેમીફાઇનલમાં જીત નોંધાવતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેનો મતલબ છે કે ગોલ્ડ મેડલ મુકાબલો આ બંને ભારતીય શટલરોની વચ્ચે રમાશે. જીતનાર ગોલ્ડ અને હારનાર સિલ્વર મળશે. આમ મહિલા સિંગલના બંને મેડલ ભારતને મળવાનું નક્કી છે.આની પહેલાં લંડન ઓલિમ્પિક-2012ની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલે સેમીફાઇનલ મુકાબલામાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોરાને 21-14, 18-21, 21-17થી હરાવી. ભારતીય શટલરે પહેલી ગેમ સરળતાથી જીતી લીધી હતી. પરંતુ બીજી ગેમમાં સ્કોટિશ ખેલાડીએ જોરદાર વારસી કરતાં અને 21-18થી જીતી. જો કે ત્રીજો મુકાબલો ભારતીય ખેલાડીએ 21-17થી પોતાના નામે કર્યો.
આ વર્ગનો બીજો સેમીફાઇનલ મુકાબલો રિયો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિનર પીવી સિંધુ અને ગત ચેમ્પિયન કેનેડાની મિશેલ લીની વચ્ચે યોજાયો. જ્યાં ભારતીય ખેલાડીએ સરળતાથી જીત નોંધાવી હતી. સિંધુ એ પહેલી ગેમ 21-18થી પોતાના નામે કર્યા. બીજા ગેમમાં તો સિંધુએ એકબાજુ જીતી નોંધાવી. તેમની સામે મિશેલે લી કયાંય ટકી નહીં. ભારતીય સ્ટાર શટલરે આ ગેમ 21-8થી જીત નોંધાવી.
આની પહેલાં આજે એટલે કે 10મો દિવસ ભારત માટે બોક્સિંગમાં એમસી મેરી કોમ અને ગૌરવ સોલંકીએ ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે શુટર સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સમાં મેડલ જીત્યા. 45-48kg બૉક્સિંગમાં મેરી કૉમે નૉર્ધન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓહારાને હરાવીને ગોલ્ડ મેડલ અપાવ્યો. મેરી પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહ્યાં હતા. જ્યારે 52kg બોક્સિંગમાં ગૌરવે નૉર્ધન આયરલેન્ડના બ્રેંડન ઇર્વિને 4-1થી હરાવ્યો.
બેડમિન્ટન: અશ્વિન-રેડ્ડી ફાઇનલથી ચૂકયા
અશ્વિન પોનપ્પા અને એન.સિક્કી રેડ્ડીની જોડી મહિલા યુગલ વર્ગની ફાઇનલમાં જગ્યા બનાવાથી ચૂકી ગયા છે. પોનપ્પા અને સિક્કીની જોડીને કેરારા સ્પોર્ટ્સ અરેનામાં રમાયેલ સેમીફાઇનલ મેચમાં મલેશિયાની મેઇ કુયાન ચાવ અને વિવિયાનને જોડીએ બરાબર મુકાબલામાં 21-17, 15-21, 21-4ની માત આપતા ફાઇનલમાં જગ્યા બનાવી. આ મેચ એક કલાક આઠ મિનિટ સુધી ચાલી હતી.હૉકી- ઇંગ્લેન્ડ સામે 0-6થી હારી ભારતીય મહિલા ટીમ, બ્રોન્ઝ પણ ચૂકી
ભારતીય મહિલા હૉકી ટીમ કોમનવેલ્થ ગેમમાં બ્રોન્ઝ માટે ઇંગ્લેન્ડ સામે 0-6થી હાર્યું ને ચોથા નંબર પર રહ્યું. ભારતીય ટીમ પાંચમાંથી એક પણ પેનલ્ટી કોર્નર કરી શકી નહીં.