CWG-2018: સાયના નેહવાલે પીવી સિંધુને હરાવી રચ્યો ઈતિહાસ, જીત્યો ગોલ્ડ મેડલ
Live TV
-
સાઈનાએ પહેલો સેટ 21-18 અને બીજો સેટ 23-11થી પોતાના નામે કર્યો હતો
21માં કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતીય શટલર સાઈના નેહવાલે ભારતની જ પીવી સિંધુને હરાવીને બેડમિન્ટન વુમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 56 મિનિટ સુધી ચાલેલા ફાઈનલમાં સાઈનાએ પહેલો સેટ 21-18 અને બીજો સેટ 23-11થી પોતાના નામે કર્યો હતો. સાઈના કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય શટલર બની ગઈ છે. તે 2010માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં વુમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. ભારત ગોલ્ડ કોસ્ટમાં અત્યારસુધીમાં 63 મેડલ જીતી ચુક્યું છે. જેમાં 26 ગોલ્ડ છે. મેડલ ટેલીમાં ભારત ત્રીજા સ્થાને છે. આ સાથે જ ભારતના અત્યારસુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં 501 મેડલ થઈ ગયાં છે. ભારતે પહેલી વખત 1934માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.કોમન વેલ્થ રમતોત્સવના 10મો દિવસે ભારત માટે શાનદાર રહ્યો.
તો આ તરફ આજના દિવસે મહિલા સિંગલ ટેબલ ટેનિસમાં માનિકા બત્રાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેણે અંતિમ મેચમાં સિંગાપુરની મેંગયુ યુને 4-0થી હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે પુરુષોની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં 86 કિલોગ્રામ વર્ગમાં ભારતના સોમવીરે કેનેડાના એલેક્ઝાન્ડર મૂરને હરાવી કાંસ્ય પદક મેળવ્યો છે.આ ઉપરાંત ભારતીય નિશાને બાજ તેજસ્વીની સાવંતે 50 મીટર રાયફલમાં ટીમ પોઝીશનમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ જ સ્પર્ધામાં સીલ્વર મેડલ પણ ભારતની અંજુમને મળ્યો તે ખુશીની વાત છે. જ્યારે હરિયાણા ના ,15 વર્ષ ના ,અનીશ ભાન વાલા એ ,પુરુષો ની ,25 મીટર રૈપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધા માં ,ગોલ્ડ મેડલ પર ,કબજો કર્યો. ભાન વાલા એ આ સાથે નવો ગેમ રેકોર્ડ બનાવ્યો હતો