#CWG2018 : ભારતીય દીકરીઓનું શાનદાર પ્રદર્શન, બૅડમિન્ટનમાં સાઇનાએ અપાવ્યો ગૉલ્ડ
Live TV
-
ભારતે આ વખતે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 66 મેડલ હાંસલ કર્યાં છે. ગોલ્ડ કોસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને બ્રિટન બાદ ભારત ત્રીજા ક્રમે રહ્યું છે.
કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે ભારતે શાનદાર દેખાવ કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે ભારતને ડબલ ખુશી હતી. બેડમિન્ટન મહિલા સિંગલ્સ કેટેગરીમાં સાઇના નેહવાલે ગોલ્ડ મેડલ તો, આ જ મેચમાં ભારતની અન્ય દિગ્ગજ ખેલાડી પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો છે. બંને ખેલાડીઓ વચ્ચેના ગોલ્ડ મેડલ માટે જબરદસ્ત મેચ થઈ હતી. પણ અંતમાં સાઇના નેહવાલ ગોલ્ડ પર કબજો જમાવવામાં સફળ રહી હતી. સાઈનાનો આ બીજો સુવર્ણ ચંદ્રક છે. આમ તે ભારતની પ્રથમ મહિલા બેડમીંટન ખેલાડી છે. જેને આ પ્રકારની સિદ્ધી પ્રાપ્ત થઈ છે. અગાઉ તે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ 2010 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સાઇના નેહવાલ અને પી.વી. સિંધુને તેમની સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
પુરુષ બેડમિન્ટન સિંગલ્સ ફાઇનલમાં કિદામ્બિ શ્રીકાંતે સિલ્વર મેડલ જીત્યો છે. તો સ્કવોશમાં દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાને ભારતીય મહિલા ડબલ્સમાં સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. તો બીજી તરફ મહિલા સિંગલ ટેબલ ટેનિસમાં માનિકા બત્રાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ ઉપરાંત એથલેટ્સ, હોકીમાં પણ ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.