કોહલી અને ધોનીની ગેરહાજરી વચ્ચે આજે રમાનારી ટી-20માં ભારતની ખરી કસોટી
Live TV
-
કોહલીની ગેરહાજરીમાં રોહત શર્મા કરશે કેપ્ટનશીપ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડનમાં સાંજે સાત વાગે શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણીની અભૂતપૂર્વ જીત બાદ ભારતના હોંસલા બુલંદ છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે, કારણ કે વિરાટ કોહલીને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે જ્યારે મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો વેસ્ટ ઈન્ડિઝ ટીમની કેપ્ટનશીપ કાર્લોસ બ્રાથવે કરશે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળશે.