ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ સચિન તેંડુલકરનો આજે જન્મદિન
Live TV
-
આજે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો જન્મ દિન છે.. જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે. તેઓ ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે.
આજે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો જન્મ દિન છે.. જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે. તેઓ ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. ૨૦૦૨માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને તેંડુલકરને તેમની જોડે તેમજ તેમની સામે રમેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાવ્યા હતા. સચિન તેંડુલકર કુલ છ ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી ૨૦૧૧ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ ૨૦૦૩ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.
તેંડુલકર ટેસ્ટ મેચ અને વનડે બંનેમાં સૌથી વધુ રન નોંધવાનારો ખેલાડી છે અને બન્ને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો પણ વિક્રમ ધરાવે છે. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારવાવાળો પ્રથમ ખેલાડી છે, તેમજ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે.