ચીનમાં ચાલી રહેલી એશિયા કુશ્તી ચેમ્પિયનશીપ-2019માં ભારતને પ્રથમ સુવર્ણપદક મળ્યો
Live TV
-
ચીનમાં ચાલી રહેલી એશિયા કુશ્તી ચેમ્પિયનશીપ-2019માં બજરંગ પુનિયાએ ભારતને પ્રથમ સુવર્ણપદક અપાવ્યો છે. વિશ્વના પ્રથમ ક્રમના પહેલવાન બજરંગે 65 કિલો વર્ગની ફાઇનલમાં કજાકિસ્તાનના પહેલવાનને પરાજીત કરીને ભારતને સુવર્ણચુંદ્રક અપાવ્યો હતો. બજરંગ 12/7થી જીતી ગયા હતા. બજરંગ પર ટુર્નામેન્ટમાં બધાની નજર હતી. તેમણે સુવર્ણપદક જીતીને બધાની આશાઓને સાચી ઠેરવી હતી. બેંગકોકમાં ચાલી રહેલી બોક્સિંગ ચેમ્પીયનશીપમાં બોક્સર સતીષકુમારે સેમીફાઇનલ મુકાબલામાં કોરિયાના બોક્સરને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. શિવા થાપા અને સરિતા દેવીએ અને નિખત ઝરીને પણ સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે.