એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન
Live TV
-
ત્રીજા દિવસે ભારતીય એથ્લેટ્સોનું શાનદાર પ્રદર્શન
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે બુધવારે પણ ભારતીય એથ્લેટ્સોનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું હતું. ભારતની પી.યુ.ચિત્રાએ સ્પર્ધામાં દેશને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ચિત્રાએ મહિલાની 1500 મીટર રેસમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચિત્રાએ રેસને પૂરી કરવામાં ચાર મિનિટ 14.56 સેકન્ડનો સમય લીધો હતો. મહિલાઓની 200 મીટર રેસમાં ભારતની દુતી ચંદે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દુતી ચંદે 23.24 સેકન્ડમાં રેસ પૂરી કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી તરફ બેડમિન્ટનમાં ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સિંધુ જાપાનની તાકાહાસી શાયાકા અને 21-14,21-7થી વિજય મેળ્યો હતો. ચોથી ક્રમાંકીત સિંધુ આગામી રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની ખેલાડી સામે ટકરાશે. સાનિયા નહેવાલે સંઘર્ષ પૂર્ણ જીત મુકાબલામાં ચીનની હનાયુ સામે જીત મેળવી હતી. સાઈનાએ પ્રથમ સેટ ગુમાવ્યા પછી વાપસી કરતા 12-21,21-11,21-11,21-17 થી રોંમાંચક વિજય મેળવ્યો હતો. સાઇના આગામી રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની ખેલાડી સામે ટકરાશે.