એશિયન ચેમ્પિયનશિપઃ ભારતીય બોક્સર અમિત પંઘલે જીત્યો ગોલ્ડ મેડલ
Live TV
-
ભારતીય બોક્સર અમિત પંઘલે શાનદાર પ્રદર્શન કરતા એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
ભારતીય બોક્સર અમિત પંઘલ (52 કિલોગ્રામ) આ વર્ષે સતત બીજો ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. તેમણે શુક્રવારે એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગત વર્ષે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પંઘલે ફાઇનલમાં કોરિયાના કિમ ઇફક્યૂને એકતરફા મુકાબલામાં પરાજય આપ્યો હતો. પંઘલે આ ટૂર્નામેન્ટ પહેલા ફેબ્રુઆરીમાં સ્ટ્રેન્જા મેમોરિયલ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ કબજે કર્યો હતો. આ વર્ષે 49માંથી 50 કિલોગ્રામ ભારવર્ગમાં શિફ્ટ થયા બાદ આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હતી.