મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
Live TV
-
મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સન્નપૂર્ણા મંદિર અડાલજ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામીણ યુવાનો વચ્ચે પરસ્પર ખેલીદિલીની ભાવના વિકશે તેમજ તેઓમાં રહેલ પ્રતિભા બહાર આવે તેવા આશયથી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગોપાલ સ્વામીએ જણાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અમદાવાદ શહેર ઉપરાંત 110 થી વધારે ગામોના યુવાનોની ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે. અને સમગ્ર ટુર્નામેન્ટ 45 દિવસ સુધી ચાલશે. સાથે સાથે પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને રાજ્યથી કેન્દ્ર કક્ષા સુધી પ્રોત્સાહિત કરાશે.