ખેલમહાકુંભમાં જુડો અને ટેકવોન્ડોમાં 350 રમતવીરોએ લીધો ભાગ
Live TV
-
હાલ સમગ્ર રાજ્યમાં રમતોનો મહાકુંભ એટલે કે, ખેલમહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રમતવીરો ભાગ લઇ જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી રહ્યા.
મોડાસા ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં રમતવીરો ભાગ લઇ રહ્યા છે ત્યારે મોડાસાની રેડિયન્સ સ્કૂલમાં વિવિધ રમતો અંતર્ગત રમતો રમાઈ હતી. જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન અને જિલ્લા રમત-ગમત અધિકારી જયાબહેન ખાંટની ઉપસ્થિતિમાં જુડો અને ટેકવોન્ડો રમતો રમાઈ હતી. જુડોમાં 150 અને ટેકવોન્ડોમાં 200 રમતવીરોએ ભાગ લીધી હતો. જિલ્લા કલેક્ટર દ્વારા રમત માટે ટોસ ઉછાળવામાં આવ્યો હતો ત્યારબાદ રમતની શરૂઆત કરવામાં આવી હતી.