વલસાડના બરઈ ગામના પ્રજ્ઞાચક્ષુ યુવકે બ્લાઈંડ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
Live TV
-
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બરઈ ગામના આગ્રીવાડમાં રહેતા નીરવ જીતેન્દ્ર દાકે ફૂટબોલ મેચોમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બરઈ ગામના આગ્રીવાડમાં રહેતા નીરવ જીતેન્દ્ર દાકે જે પ્રજ્ઞાચક્ષુ યુવક છે તેણે કેરળ ખાતે અગાઉ રમાયેલી બ્લાઈંડ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની આગવી પ્રતિભાનું પ્રદર્શન કરતા કેરળ તરફથી રમતા પ્રથમ 20 સેકન્ડમાં ગોલ કર્યો હતો. અન્ય મેચોમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને ઇન્ટરનેશનલ કક્ષાની બ્લાઈંડ ફૂટબોલ ટુર્નામેન્ટ રમવાની તક મળી હતી. આ મેચમાં ભારતની જીતી થઈ હતી. આજે નીરવ માદરે વતન પહોચતા ગ્રામજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નીરવે કહ્યું કે ભારતને વધુ આગળ લઈ જવાની તેની ઈચ્છા છે. ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન થાય એવી આશા તેણે વ્યક્ત કરી હતી.