ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની પૂણેમાં થઇ શરૂઆત
Live TV
-
ખેલમંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના સંદેશ દ્વારા આ રમતોની શરૂઆત થઇ હતી.
ખેલો ઇન્ડિયા કાર્યક્રમની બીજી સિઝન ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની પૂણેમાં શરૂઆત થઇ ગઇ છે. ખેલમંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના સંદેશ દ્વારા આ રમતોની શરૂઆત થઇ હતી. આ રમતોમાં દેશભરના યુવા એથ્લીટ પોતાની પ્રતિભા બતાવશે. આ સ્પર્ધા 9 થી 20 જાન્યુઆરી સુધી યોજાશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં લગભગ 6 હજારથી વધારે અંડર-17 અને અંડર-21 સ્તરના સ્પર્ધકો ભાગ લેશે