ગુજરાતના 4 ખેલાડીઓ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ રમવા માટે થયા ક્વોલિફાય
Live TV
-
હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન પ્રત્યેક કેટેગરી ચેસ ટુર્નામેન્ટનું આયોજન ઓનલાઇન ટોર્નેલો પ્લેટફોર્મ મારફત ફીડે (વલ્ડ ચેસ ફેડરેશન) નાં નિયમોને આધીન કરવામાં આવેલ છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનની ઓનલાઈન નેશનલ અન્ડર-9 સ્કૂલ ચેસ ચેમ્પિયનશીપમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. પ્રથમ 10 વિજેતાઓમાંથી ગુજરાતનાં 4 ખેલાડીઓ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ રમવા માટે ક્વોલિફાય થયા છે. જેમાં એઆઈસીએપ નેશનલ સ્કૂલ અન્ડર-9 ગર્લ્સમાં હાન્યા શાહ ત્રીજા સ્થાને અને રૈયા બેન્કર ચોથા સ્થાને પસંદગી પામી છે. તો ઓપનમાં આરવ અર્પિવ શાહ આઠમાં સ્થાને અને કિઆન દિશાક શાહ દસમાં સ્થાને રહ્યાં છે. આ તમામ ખેલાડીઓ પોત પોતાની કેટેગરીમાં આગામી સમયમાં રમાનારી ઓનલાઈન વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં ભારત તરફથી રમશે.