Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શન અને આકાશવાણી દ્વારા ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિક્સનું મેગા કવરેજ કરાશે

Live TV

X
  • દૂરદર્શન અને આકાશવાણી દ્વારા ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિક્સનું મેગા કવરેજ કરાશે. ઓલિમ્પિક પૂર્વે અને પછીના સમયગાળા દરમિયાન દૂરદર્શન, આકાશવાણી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તે ઉપલબ્ધ રહેશે. ડીડી સ્પોર્ટ્સ, ડીડી ન્યૂઝ અને ડીડી ઇન્ડિયા દૈનિક શો અને ઓલિમ્પિક્સ પરના વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. ઓલિમ્પિક અંગે રમત-ગમતના વિવિધ કાર્યક્રમો ડીડી સ્પોર્ટ્સ પર રોજ સવારે 5 થી સાંજે 7 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

    આકાશવાણીના તમામ કેપિટલ સ્ટેશનો, એફએમ રેઈનબો નેટવર્ક, ડીઆરએમ અને અન્ય સ્ટેશનો ઓલિમ્પિક્સ પર કાર્યક્રમો પ્રસારિત કરશે. આ કાર્યક્રમો આકાશવાણીની યુ ટ્યુબ ચેનલ, ડીટીએચ અને ન્યુઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ કરવામાં આવશે. દૈનિક હાઇલાઇટ્સ અને સમયાંતરે એફએમ અપડેટ્સ પણ આપવામાં આવશે. આકાશવાણીના સમાચાર સેવા વિભાગ દ્વારા પહેલી તારીખથી સ્પોર્ટસ સ્કેન પ્રોગ્રામમાંદરરોજ ઓલિમ્પિક્સ ક્વિઝનું પ્રસારણ થાય છે, અને તેમાં વિજેતાને ટીમ ઇન્ડિયા ટી શર્ટ આપવામાં આવે છે. 

    સ્પોર્ટ્સ સ્કેન પ્રોગ્રામ અને પ્રાઈમ ટાઇમ ન્યુઝ બુલેટિન્સમાં ભારતીય ટીમના સભ્યોની દૈનિક પ્રોફાઇલ આપવામાં આવી રહી છે. ભારતની ચંદ્રક વિજેતા સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિશિષ્ટ સમાચાર, ટીમની તૈયારી અને સરકાર દ્વારા સહયોગ તેમજ વિશિષ્ટ ઇન્ટરવ્યુ અને વિશેષ ચર્ચા કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. 

    આકાશવાણી સમાચારના 46 પ્રાદેશિક સમાચાર એકમો દ્વારા 77 ભાષાઓમાં ખેલાડીઓ, કોચ, ટીમના સભ્યોના સંબંધીઓના સંદેશાઓ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. દેશભરના આકાશવાણીના ન્યુઝ નેટવર્કના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં ટ્વીટસ અને માહિતી-ગ્રાફિક્સ દ્વારા ફોટા, વિડિઓ અને સંબંધિત સમાચારને વિસ્તૃતરીતે આવરી લે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply