રમતગમત મંત્રીએ ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ‘હમારા વિક્ટરી પંચ’ અભિયાનનો આરંભ
Live TV
-
યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે ઘણા સાંસદો સાથે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય રમતવીરોને પ્રોત્સાહન આપવા ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સંસદ ભવન સંકુલમાં તેઓ એકઠા થયા અને ભારતીય ટુકડીને પ્રોત્સાહિત કરવા વી ફોર વિકટરી સાથે વીડિયો મૂક્યો હતો. ઠાકુરે ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય રમતવીરોના સમર્થનમાં લોકોને તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે વીડિયો શૂટ કરવાની વિનંતી કરી છે.