ટોક્યોમાં 32માં સમર ઓલોમ્પિક રમતોત્સવનો આવતીકાલે સાંજથી થશે આરંભ
Live TV
-
આવતીકાલે ટોક્યોમાં 32માં ઉનાળુ ઓલોમ્પિક રમતોત્સવનો આરંભ થશે. ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા ચાર વાગે એકદમ સાદગીપૂર્ણ રીતે અને ખૂબ જ ઓછા આમંત્રિતોની હાજરીમાં તેનો આરંભ થશે. સમગ્ર દેશની નજર 127 ખેલાડીઓની રમત પર છે. ભારત તરફથી આ સૌથી મોટી ટુકડી મોકલવામાં આવી છે.
ભારતીય ખેલાડીઓ જુદી જુદી 18 રમતોમાં આશરે 85 જેટલી ઇવેન્ટમાં ભાગ લેશે. શૂટિંગમાં ભારતને સૌથી વધુ ચંદ્રકો મળે તેવી આશા છે ત્યારબાદ તીરંદાજી આવે છે. ભારતની સૌથી આશાસ્પદ ચંદ્રક સંભાવનાઓમાં અમિત પંઘલ, સ્ટાર ખેલાડી મેરી કોમ, મીરાબાઈ ચાનુ, શૂટર સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડી મેડલ મેળવે તેવી સંભાવના છે. ઇલેવેનિલ વલારીવાન અને દિવ્યાંશ સિંહ પનવાર, પીવી સિંધુ, દીપિકાકુમારી, પ્રવિણ જાધવ, અતનુ દાસ અને તરુણદીપ રાય, નીરજ ચોપડા, બજરંગ પુનિયા અને વિનેશ ફોગટ સહિત ઘણા આશાસ્પદ ખેલાડીઓ છે.ગુજરાતમાંથી એલાવેનિલ વલારીવન ઉપરાંત ભાવિના પટેલ, માના પટેલ, પારુલ પરમાર, અંકિતા રૈના, સોનલ પટેલ રમી રહ્યાં છે.