ગુરુવારે થયો ફુટબોલ વિશ્વકપનો પ્રારંભ, 32 ટીમો વચ્ચે કુલ 64 મેચ રમાશે
Live TV
-
રશિયામાં આ વિશ્વકપનું આયોજન થઈ રહ્યું છે.
ગુરુવારથી ફીફા વર્લ્ડકપ 2018નો પ્રારંભ થશે. ફુટબોલ વર્લ્ડકપ શરૂ થવાને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. ફૂટબોલ લવર બેતાબીથી આ ક્ષણની રાહ જોઇ રહ્યાં છે. 14 જુનથી 15 જુલાઇ એટલે કે એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 32 ટીમો વિશ્વ ચેમ્પિયન બનવા માટે સંઘર્ષ કરશે. જેમાં કુલ 64 મેચ રમાશે. જેના માટે રૂસના 11 શહેરના 12 સ્ટેડિયમ તૈયાર કરી દેવાયા છે.આ ટૂર્નામેન્ટમાં કુલ 32 ટીમ ભાગ લઈ રહી છે.
ટૂર્નામેન્ટમાં પ્રથમ દિવસને બાદ કરતા દરરોજ ત્રણ મેચ રમાવાની છે. ભારતીય સમય અનુસાર પ્રથમ મેચ સાંજે 5.30 કલાકે. બીજી મેચ રાત્રે 8.30 કલાકે અને ત્રીજી મેચ રાત્રે 11.30 કલાકે શરૂ થશે.
ફૂટબોલ વર્લ્ડકપ વિશ્વમાં સૌથી લોકપ્રિય અને સૌથી મોંઘી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે. રુસે ફિફા વર્લ્ડકપમાં 1 લાખ 43 હજાર કરોડનો ખર્ચ કર્યો છે
ફીફા રેન્કિંગમાં ટોપ-5 ટીમ જર્મની, બ્રાઝીલ, બેલ્જિયમ, પોર્ટુગલ, આર્જેન્ટીના જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.