મહિલા બૉક્સર સ્વાતિ બોરાએ ટુર્નામેન્ટમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
Live TV
-
75 કિલોગ્રામ ભાર વર્ગમાં યજમાન દેશ રશિયાની એના અનફિનો જીનોવાને ફાઇનલમાં હરાવીને સ્વાતિએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
મહિલા બોક્સર સ્વાતિ બોરાએ રશિયામાં ચાલી રહેલી ઉમા ખાનોય મેમોરિયલ ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. 75 કિલોગ્રામ ભાર વર્ગમાં યજમાન દેશ રશિયાની એના અનફિનો જીનોવાને ફાઇનલમાં હરાવીને સ્વાતિએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
પુરુષ વર્ગમાં બ્રિજેશ યાદવ તથા વિરેન્દ્ર કુમારે રજત પદક પ્રાપ્ત કર્યો છે. સ્વાતિએ શાનદાર શરૂઆત કરતા એના એ ડિફેન્સીવ ગેમ અપનાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી કરી હતી.