છઠ્ઠી સાઉથ એશિયા જમ્પરોપ ચેમ્પિયનશીપમાં મહિસાગરની હેતલને મળ્યો ગોલ્ડ મેડલ
Live TV
-
ભુતાન ખાતે આયોજીત છઠ્ઠી સાઉથ એશીયા જમ્પ રોપ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને મહિસાગર જિલ્લાની હેતલ ચૌધરીએ વિસ્તારનું નામ રોશન કર્યું છે.
8 દેશો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં સુર્વણચંદ્રક મેળવીને હેતલ ચૌધરી મહીસાગર જિલ્લાના રામપુર પાદેડી ગામે પાછા ફરતા સ્વજનો, શુભેચ્છકો અને ગામના આગેવાનોએ હેતલ ચૌધરીનું સ્વાગત કર્યું હતું.
ગાંધીનગરની જે.એમ.ચૌધરી સાર્વજનીક કન્યા વિદ્ધાલયમાં છાત્રાવાસમાં રહીને ધોરણ 12માં ભણી રહેલી આ વિદ્ધાર્થીનીએ જમ્પ રોપ ક્ષેત્રે રાજયનું નામ રોશન કર્યું હોવાથી શુભેચ્છકોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે.