તાપી જિલ્લામાં ખેલ મહાકુંભ 2018નો આરંભ કરવામાં આવ્યો
Live TV
-
તાપી જિલ્લામાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટીતંત્ર તાપીના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2018નો આરંભ કરવામાં આવ્યો
તાપી જિલ્લામાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટીતંત્ર તાપીના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2018નો આરંભ કરવામાં આવ્યો હતો. 22મી સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં શુટિંગ બોલ, ચેસ, દોરડા ખેંચ, એથ્લેટિક્સ, ખો-ખો, યોગાસન, વોલીબોલ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલમહાકુંભમાં તાલુકાની વિવિધ શાળાઓ ભાગ લઈ રહી છે. જ્યારે જિલ્લા કક્ષાએ ફુટબોલ, સ્કેટિંગ, સ્વિમિંગ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, જુડો, ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાઓ 24 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન યોજાશે.