પૂર્વ ભારતીય ક્રિકેટર બન્યા ઝિમ્બાબ્વેના કોચ
Live TV
-
ઝિમ્બાબ્વે ક્રિકેટે ગુરુવારે ભારતના પૂર્વ બેટ્સમેન લાલચંદ રાજપૂતને પોતાનો મુખ્ય કોચ બનાવ્યો છે. બોર્ડે માર્ચમાં હીથ સ્ટ્રીકને ટીમથી મુખ્ય કોચ પદથી હટાવી દીધો હતો. સાથે પુરા સહયોગી સ્ટાફને પણ બર્ખાસ્ત કરી નાખ્યો હતો.
ઝીમ્બાબ્વે ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘રાજપૂત પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા સાથે થવા વાળી ત્રિકોણીય T-20 સિરીઝ પહેલા તત્કાલ પ્રભાવથી કામ સંભાળવું પડશે.
રાજપૂત 2007માં T-20 વર્લ્ડ કપ જીતવા વાળી ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં સમાવેશ થાય છે. તેઓ અફઘાનિસ્તાનના કોચ પણ રહી ચુક્યા છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સના કોચનો ભાર પણ સંભાળી ચુક્યા છે.
તેઓ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના કોચ પણ રહી ચુક્યા છે. રાજપૂતની પ્રથમ પડકાર હરારેમાં જુલાઈમાં શરૂ થવાની ત્રિકોણીય T-20 સિરીઝ રહેશે.