ખેલો ઇન્ડિયાના ભાગરુપ ચાલુ વર્ષે પ્રથમ પેરા રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે
Live TV
-
નેશનલ ગેમ્સની તર્જ પર ચાલુ વર્ષે જૂનમાં પ્રથમ નેશનલ પેરા ગેમ્સ યોજાશે. કેન્દ્રના રમતગમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી હેન્ડબુક અનુસાર 28 જૂનથી 7 જુલાઈ દરમ્યાન આ રમતોત્સવ યોજાશે.
ભારતીય પેરાલમ્પિક સમિતિ આ રમતોત્સવનું આયોજન કરશે. તેનો સમગ્ર ખર્ચ રમતગમત મંત્રાલય ઉઠાવશે. 16થી 40 વર્ષની વયના પેરા ખેલાડીઓ દસ જેટલી વિવિધ રમતોમાં ભાગ લેશે. આ રમતોમાં પેરા એથ્લિટીક્સ, બેડમિન્ટન, ચેસ, નેત્રહીન જૂડો, પેરા પાવરલિફ્ટિંગ, નિશાનેબાજી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વ્હીલચેર બાસ્કેટબોલ અને વ્હીલચેર તલવારબાજીનો સમાવેશ થાય છે.
ગેમ્સમાં કુલ 416 મેડલ આપવામાં આવશે. કુલ 220 પુરુષ, 180 મહિલા ખેલાડીઓ મિશ્રિત વર્ગમાં હશે. કુલ 2,192 (1311 પુરુષ, 837 મહિલાઓ) રમતોત્સવમાં ભાગ લેશે. પીસીઆઇના અધ્યક્ષ ગુરશરણ સિંહે જણાવ્યું હતું કે બે વર્ષમાં એક વખત આ રમતોત્સવ યોજાશે.