કોલકત્તાએ રાજસ્થાનને 6 વિકેટે હરાવ્યું, પ્લેઓફની નજીક પહોંચી કોલકત્તા
Live TV
-
રાજસ્થાન રોયલ્સની પરાજય સાથે પ્લેઓફની આશા ધુંધળી બની છે,
IPLની 49મી મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રૉયલ્સને 6 વિકેટે આસાન પરાજય આપ્યો હતો. કોલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી.
પ્રથમ બેટિંગમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે જોરદાર શરૂઆત કરી હતી. ઓપનિંગમાં ઉતરેલા જોસ બટલરે ફરી એકવાર રાજસ્થાનને સુંદર શરૂઆત અપાવી હતી. જો કે રાહુલ ત્રિપાઠી (27)નાં આઉટ થયા બાદ આંજિક્ય રહાણે (11) અને જોસ બટલર (39) ઝડપી આઉટ થઇ જતા રાજસ્થાન દબાવમાં આવી ગયું હતુ. ત્યારબાદ સંજુ સેમસન (12), બિન્ની (1) અમે ક્રિશ્નપ્પા ગૌતમ (3) પણ ઝડપી આઉટ થઇ ગયા હતા. 63 રને એક વિકેટ ગુમાવનાર રાજસ્થાનનો સ્કોર 103-6 વિકેટ થઇ ગયો હતો. પુંછડિયા બેટ્સમેનોએ રાજસ્થાનની નૈયા પાર કરી હતી અને સ્કોર 142 સુધી પહોંચાડ્યો હતો. જયદેવ ઉનડકટે ઉપયોગી 26 રનનું યોગદાન આપ્યું હતું.
143 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી કલકત્તાની ટીમે 4 વિકેટે 145 રન કર્યા હતા અને જીત મેળવી હતી. કલકત્તા તરફથી ક્રિસ લીન (45), સુનિલ નરૈન (21), રોબિન ઉથપ્પા (4), નિતિશ રાણા (21), દિનેશ કાર્તિક (41*) અને આન્દ્રે રસેલે (11*) રન કર્યા હતા. રાજસ્થાન તરફથી સ્ટોક્સે 3 અને ઇશ સોઢીએ 1 વિકેટ ઝડપી હતી.
કલકત્તા તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલ અને પ્રસિદ્ધ ક્રિશ્નાએ 2-2 અને સુનિલ નારૈન અને શિવમ માવીએ 1-1 વિકેટ ઝડપી હતી.