શશાંક મનોહર બીજીવાર બન્યા આઈસીસીના સ્વતંત્ર ચેરમેન
Live TV
-
2016માં શશાંક મનોહર પ્રથમ વખત આઈસીસીના ચેરમેન બન્યા હતા.
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ફરીથી સ્વતંત્ર ચેરમેન બનાવાયા છે. તેઓને બીજા કાર્યકાળ માટે નિર્વિરોધ પસંદ કરવામાં આવ્યા હતા. મનોહરને ૨૦૧૬માં પ્રથમ વાર આઈસીસીના સ્વતંત્ર ચેરમેન નિયુક્ત કરાયા હતા અને હવે ફરીથી તેમની પસંદગી કરતાં તેઓ આગામી બે વર્ષ સુધી આ પદ પર બની રહેશે.
ચૂંટણી પ્રક્રિયા અનુસાર આઈસીસીના ડિરેક્ટર્સમાંથી પ્રત્યેકને એક ઉમેદવારને નામાંકિત કરવાની મંજૂરી હોય છે. ઉમેદવાર પૂર્વ આઈસીસી ડિરેક્ટર હોવો જોઇએ. જે બે નામોને બે અથવા તેથી વધુ ડિરેક્ટર્સનું સમર્થન મળે તો તે ચૂંટણી લડવા માટે યોગ્ય માનવામાં આવે છે પરંતુ શશાંક મનોહરના મામલામાં તેઓ નામાંકિત કરવામાં આવેલા એકલા ઉમેદવાર હતા અને ચૂંટણી પ્રક્રિયા જોઈ રહેલા ઓડિટ કમિટીના ચેરમેન એડવર્ડ ક્વિનલેને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને મનોહરના સફળ ઉમેદવાર હોવાની જાહેરાત કરી હતી. શશાંક મનોહરનો બીજા કાર્યકાળ માટે પસંદ કરવાનું ગત મહિને કોલકાતામાં યોજાયેલી આઈસીસીની બેઠકમાં જ નક્કી થઈ ગયું હતું કારણ કે, તેમની ઉમેદવારીનો કોઈએ વિરોધ નહોતો કર્યો.