Skip to main content
Settings Settings for Dark

પ્રથમ વન-ડેમાં ભારતે 8 વિકેટથી ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી

Live TV

X
  • ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0 ની લીડ પણ મેળવી લીધી

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે 8 વિકેટથી ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી છે. 156 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 34.5 ઓવરમાં બે વિકેટ ગુમાવી, શિખર ધવનના 65 રનના મદદથી મેચ જીતી લીધી હતી.આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0 ની લીડ પણ મેળવી લીધી છે. પહેલી વિકેટ તરીકે ભારતે રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. રોહિત 24 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. તો કપ્તાન વિરાટ કોહલી 45 રનમાં ફર્ગ્યુસનની બોલિંગમાં વિકેટ પાછળ લેથમને કેચ આપી આઉટ થયો હતો. મેચમાં થોડા સમયના વિરામ બાદ મેદાન સાફ થઇ જતા મેચને ફરી શરૂ કરાઈ હતી. સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ભારતીય બોલર્સનો પણ સારો દબદબો રહ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કપ્તાન કેન વિલિયમ્સને 36મી અર્ધ સદી ફટકારી 64 રન કર્યા હતા અને તેમના પછી રોસ ટેલરે સૌથી વધુ 24 રન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply