મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ
Live TV
-
ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતે ક્યારેય દ્વિપક્ષીય શ્રેણી જીતી નથી. ભારતે ઓસ્ટ્રેલિયામાં 1985 વર્લ્ડ ચેમ્પિયનશીપ અને વર્ષ 2008માં સીબી શ્રેણી જીતી હતી.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ શરૂ થઈ છે, ત્યારે ભારતનું લક્ષ્ય ટેસ્ટ શ્રેણી બાદ વન-ડેમાં પણ ઐતિહાસિક પ્રથમ શ્રેણી જીતવા ઉપર રહેશે. ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં બંને ટીમ 1-1થી બરોબરી ઉપર છે. ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતે ક્યારેય દ્વિપક્ષીય શ્રેણી જીતી નથી. ભારતે ઓસ્ટ્રેલિયામાં 1985 વર્લ્ડ ચેમ્પિયનશીપ અને વર્ષ 2008માં સીબી શ્રેણી જીતી હતી. ભારતે વર્ષ 2016માં વન-ડે શ્રેણીમાં 4-1થી પરાજય આપ્યો હતો. આ વન-ડે મેચમાં ભારતીય ટીમ પાંચમા બોલર તરીકે ઓલ રાઉન્ડર વિજય શંકર અને લેગસ્પિનર યઝુવેન્દ્ર ચહલમાંથી કોને સમાવે છે તે જોવાનું રહે છે