સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે ક્રિકેટ મેચ
Live TV
-
ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરનારી ઓસ્ટ્રેલિયાની ઓપનીંગ જોડીના ફિન્સને ભૂવનેશ્વર કુમારે બોલ્ડ આઉટ કર્યો હતો.
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે ક્રિકેટ મેચ રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરનારી ઓસ્ટ્રેલિયાની ઓપનીંગ જોડીના ફિન્સને ભૂવનેશ્વર કુમારે બોલ્ડ આઉટ કર્યો હતો. ત્યારબાદ કેરીને 10મી ઓવરમાં કુલદીપ યાદવે શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે 24 રન કર્યા હતા. ત્યારે માર્શ અને ખ્વાજાએ પરિસ્થિતિ સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. ખ્વાજાને રવિન્દ્ર જાડેજાએ 59 રને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. માર્શ અને હેન્ડકોમ્બે મેચને આગળ વધારતા 53 રન જોડ્યા હતા. માર્શ પણ કુલદીપ યાદવનીની ઓવરમાં મોહમ્મદ શમીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ચાર ચોગ્ગા સાથે 54 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયાના 40 ઓવરમાં 4 વિકેટે 194 રન થયો છે