બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું
Live TV
-
ઓસ્ટ્રેસિયાના મેક્સવેલની તોફાની સદીની મદદથી બીજી ટી-20 મુકાબલામાં ભારતને 7 વિકેટે હરાવી દીધું છે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ બે મેચોની સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે.
મોટા લક્ષ્યના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી ન રહી અને 22 રન પર સ્ટોઇનિસ અને કેપ્ટન ફિન્ચની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ આવેલા મેક્સવેલ શોર્ટ સાથે મળીને ઈનિંગ સંભાળી અને ઝડપથી રન બનાવ્યા હતા. મેક્સવેલે સદી ફટકારીને જીત અપાવી હતી. તેણે 113 રન ફટકાર્યા હતા.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શિખર ધવન સાથે મળીને રાહુલે ભારતને ઝડપી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 61 રન જોડ્યા હતા. કોહલીના 38 બોલમાં અણનમ 72 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતે 4 વિકેટે 190 રન બનાવ્યા હતા.