ભારતીય ખેલાડીનું એશિયાડમાં કર્યું ઉત્તમ પ્રદર્શન
Live TV
-
એશિયન ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ, 24 રજત અને 29 કાંસ્ય સાથે મેળવ્યા કુલ 68 ચંદ્રક
જાકાર્તામાં રમાઈ રહેલા એશિયાડમાં ભારતીય ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ભારતીય મહિલા સ્કવોસ ટીમે સીલ્વર મેડલ મેળવ્યો છે. આ પૂર્વે ડાંગની સરિતા બાદ કચ્છના તીર્થ મહેતાએ હેર્થસ્ટોનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશ તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો એશિયાઇ રમતમાં મહિલા હોકી ફાઇનલમાં ભારતનો જાપાન સામે પરાજય થતાં ભારતને રજત પદક મળ્યો છે. ભારતીય મહિલા ટીમે 20 વર્ષ પછી એશિયાઇ ગેમ્સમાં રજત પદક જીત્યો છે. તો આ તરફ ભારતે એશિયાઇ રમતમાં નૌકાયાન સ્પર્ધામાં એક રજત અને 2 કાંસ્ય પદક જીત્યા છે. આજે બોક્સિંગમાં અમિતે 49 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ, 24 રજત અને 29 કાંસ્ય સાથે કુલ 68 ચંદ્રક મેળવ્યા છે.