ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતે મેળવી 27 રનની સરસાઈ
Live TV
-
ભારતનો પ્રથમ દાવ 273 રને પૂરો થયો અને ભારત તરફથી ચેતેશ્વર પૂજારા સદી નોંધાવી 132 રને અણનમ રહ્યો હતો
સાઉથ હેમ્પટનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 273 રને પૂરો થયો હતો. ઈંગ્લેન્ડના પ્રથમ દાવના 246 રન સામે ભારતને 27 રનની સરસાઈ મળી હતી. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ સદી નોંધાવી હતી. તે 132 રને અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈલ અલીએ ભારતની પાંચ વિકેટ ઝડપી હતી. પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડનો બેમાં અને ભારતનો એક મેચમાં વિજય થયો હતો