Skip to main content
Settings Settings for Dark

ભારતીય ટીમની ટેસ્ટ મેચમાં સૌથી મોટી જીત, ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું

Live TV

X
  • રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ અંતરથી હરાવ્યું,આટલા મોટા અંતરના માર્જિનથી ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે

    ભારતીય ટીમે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં આટલા મોટા અંતરના માર્જિનથી ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. અગાઉ 2021માં ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગઈ છે. શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.

    રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમને 126 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે 4 વિકેટે 430 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમની કુલ લીડ 556 રન થઈ ગઈ. આ રીતે ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 122 રનમાં સમેટાઈ ગઈ હતી અને 434 રનના જંગી માર્જિનથી હારી ગઈ હતી.

    ભારતે બીજો દાવ 430 રન પર ડિકલેર કર્યો હતો.

    ભારતીય ટીમે ચોથા દિવસે 4 વિકેટે 430 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. યશસ્વીએ અણનમ 214 રન, સરફરાઝે અણનમ 68 રન, શુભમન ગીલે 91 રન, કુલદીપ યાદવે 27 રન અને કેપ્ટન રોહિત શર્માએ 19 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની કુલ લીડ 556 થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ, ટોમ હાર્ટલી અને રેહાન અહેમદને એક-એક વિકેટ મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply