ભારતે જીત્યો ઈન્ટરકોન્ટિનેન્ટલ ફુટબોલ કપ
Live TV
-
ભારતે કેન્યાને 2-0થી હરાવીને ઈન્ટરકોન્ટિનેન્ટલ ફુટબોલ પર કબજો જમાવી લીધો. ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ તમામ સક્રિય ખેલાડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવામાં મેસીની બરોબરી કરી લીધી. ખેલ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠૌરે ભારતીય ટીમને તેના શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા આપી હતી.
ઈન્ટરકોન્ટિનેન્ટલ ફુટબોલ કપના ફાઇનલમાં ભારતે કેન્યાને 2-0થી હરાવીને ટાઇટલ જીત્યું. ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ મેચની 8મી મિનિટે ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું. છેત્રીએ 29મી મિનિટે બીજો ગોલ કરીને ટીમને 2-0ની લીડ અપાવી હતી. આ સાથે તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે લિયોનસ મેસીની બરોબરી કરી લીધી છે.
છેત્રીના હવે ટૂર્નામેન્ટમાં 8 ગોલ થઈ ગયા છે. છેત્રીએ 101 મેચમાં અત્યાર સુધી 64 ગોલ કર્યા છે. સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 150 મેચમાં 81 જ્યારે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસીના 124 મેચમાં 64 ગોલ છે. છેત્રીએ આ મેચમાં બે ગોલ કરતા મેસીના રેકોર્ડની બરોબરી કરી હતી. ખેલ મંત્રીએ ભારતીય ટીમની આ સફળતા માટે શુભેચ્છા આપી હતી.