ભારતે શ્રીલંકા સામે 2-1 થી વન-ડે સિરિઝ જીતી
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની ત્રીજી મેચ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે શ્રીલંકાએ અંતે 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. શ્રીલંકા તરફથી તેના ઓપનર અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. આ સિવાય ભાનુકા રાજપક્ષે 65 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રાહુલ ચહર અને ચેતન સાકરીયાએ 2 વિકેટ ઝડપી હતી. જોકે ભારતે આ સિરીઝ પહેલા જ પોતાના નામે કરી લીધી છે.