ભારત અને શ્રીલંકા વચ્ચે આજે શ્રેણીની છેલ્લી વન-ડે મેચઃ ભારતીય ટીમ શ્રીલંકાને ક્લિન સ્વીપ કરવા માટે ઉતરશે
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વનડે મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વનડે મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે શ્રીલંકા સામે બીજી વનડે જીતીને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે સીરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટથી શ્રીલંકાને હાર આપી હતી, જ્યારે બીજી વન ડેમાં ત્રણ વિકેટથી પરાજિત કર્યુ હતુ. આજની અંતિમ મેચમાં શિખર ધવનની ટીમ યુવા ખેલાડીઓને તક આપી શકે છે. આજની મેચમાં દિપક ચહરની બોલિંગ અને બેટિંગ બન્ને પર ચાહકોની નજર રહેશે. કારણ કે, અગાઉની બન્ને મેચમાં દિપક ચહરનો દેખાવ ઘણો સારો જોવા મળ્યો છે.