ભારત અને બેલ્જિયમ વચ્ચે મેચ 2-2 ગોલથી ડ્રો
Live TV
-
ભારત તરફથી હરમનપ્રીતસિંહ અને સિમરનજીત સિંહે અને ગોઉનગાર્ડ સિમોને ગોલ કર્યા હતા.
ભુવનેશ્વરમાં પુરૂષ હોકી વિશ્વકપમાં કાલે ભારત અને બેલ્જિયમ વચ્ચે મેચ 2-2 ગોલથી ડ્રો રહી. ભારત તરફથી હરમનપ્રીતસિંહ અને સિમરનજીત સિંહે અને ગોઉનગાર્ડ સિમોને ગોલ કર્યા હતા. આ ડ્રો મેચ સાથે ભારત અને બેલ્જિયમના ચાર-ચાર અંક થઈ ગયા છે, પરંતુ ઉત્કૃષ્ટ દેખાવ કરવાને લીધે ભારત પુલ-સીની ચાર ટીમોમાં ટોપ પર છે, જ્યારે બેલ્જિયમ બીજા સ્થાન પર છે. પોતાની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 5-1થી અને બેલ્જિયમને કેનેડાને 2-1થી હરાવ્યું હતું. પોતાની ત્રીજી અને અંતિમ ગ્રુપ મેચમાં શનિવારે ભારતનો મુકાબલો કેનેડા સાથે તથા બેલ્જિયમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે, જ્યારે ગ્રુપ સીમાં પણ કાલે દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચે પણ મેચ ડ્રો રહી હતી. બંને ટીમોએ 1-1 ગોલ કર્યો હતો. આજે સાંજે પાંચ વાગ્યે સ્પેનનો મુકાબલો ફ્રાન્સ સાથે જ્યારે સાંજે સાત વાગ્યે ન્યૂઝીલેન્ડ આર્જેન્ટિના સામે ટકરાશે.