Skip to main content
Settings Settings for Dark

ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ચોથી એક દિવસીય મેચમાં ભારતની જીત

Live TV

X
  • ભારતે 224 રનથી વેસ્ટ ઇન્ડિઝને હરાવી, જેમાં રોહિત શર્માએ ઝંઝાવતી 162 રન અને અંબાતી રાયડુએ સદી ફટકારીને પાંચ વિકેટ ગુમાવીને 377 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.

    ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ચોથી એક દિવસીય મેચમાં  ભારતે 224 રનથી વેસ્ટ ઇન્ડિઝને હરાવી હતી. મુંબઈમાં રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં રોહિત શર્માએ ઝંઝાવતી 162 રન અને અંબાતી રાયડુએ સદી ફટકારીને પાંચ વિકેટ ગુમાવીને 377 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. કેપ્ટન વિરાટ કોહલી 16 રન પર આઉટ થયા બાદ આ બંને બેટ્સમેનોએ બાજી સંભાળી હતી. જીત માટે 378 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 36 ઓવર અને બે બોલમાં માત્ર 153 રન પર જ સમેટાઇ ગઈ હતી. ભારતના ફાસ્ટ બોલર ખલીલ અહેમદે ત્રણ વિકેટ ઝડપી હતી. પાંચ એક દિવસીય મેચોની શ્રેણીમાં ભારત હવે 2-1થી આગળ થઈ ગયું છે. એક મેચ ટાઇ રહી હતી. પાંચમી  અને છેલ્લી વન-ડે ગુરુવારે તિરુવનંતપુરમમાં રમવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply