ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજે વન ડે શ્રેણીની પાંચમી મેચ
Live TV
-
ભારતીય વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોની જો આજની મેચમાં એક રન કરશે તો તે આંતરરાષ્ટ્રીય વન ડે મેચમાં દસ હજાર રન પૂરા કરશે.
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજે વન ડે શ્રેણીની પાંચમી મેચ તિરૂવંતપુરમમાં રમાશે. ટીમ ઇન્ડિયા 2-1 ની સરસાઈ ધરાવશે, ત્યારે ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનનું ફોર્મ જોતાં ભારત આ શ્રેણી 3-1 થી જીતવા ફેવરીટ મનાય છે. જ્યારે પ્રવાસી ટીમ આ મેચ જીતીને શ્રેણી સરભર કરવા પ્રયત્નશીલ રહેશે. આ મેચ સાથે શ્રેણી ભારત જીતશે તો ભારત ઘરઆંગણે છઠ્ઠી વન ડે શ્રેણી જીતશે. ભારતીય વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોની જો આજની મેચમાં એક રન કરશે તો તે આંતરરાષ્ટ્રીય વન ડે મેચમાં દસ હજાર રન પૂરા કરશે. આજની મેચમાં વરસાદની શક્યતા છે. ચાહકો અને ક્રિકેટરો આશા રાખી રહ્યા છે કે, આજની નિર્ણાયક મેચમાં વરસાદ વિઘ્નરૂપ ન બને.