ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ચોથી ટેસ્ટનો સિડનીમાં પ્રારંભ
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ આજથી સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરુ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરુઆત ખરાબ રહેતા ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ 9 રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. જોકે આ પછી મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. લંચ સમયે ભારતે 1 વિકેટ ગુમાવી 69 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 42 અને ચેતેશ્વર પૂજારા 16 રને રમતમાં છે. ભારત ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે અને તેની નજર ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી જીતવા તરફ છે.