મેલબર્ન ખાતે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી પરાજ્ય આપ્યો
Live TV
-
ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-1 થી બઢત મેળવી છે. આમ ભારત ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. ભારતે 37 વર્ષ પછી મેલબોર્નમાં કોઈ ટેસ્ટ મેચ જીતી છે.
મેલબર્ન ખાતે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી પરાજ્ય આપ્યો છે. આ સાથે વિરાટ એન્ડ કંપની એ ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-1 થી બઢત મેળવી છે. આમ ભારત ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. ભારતે 37 વર્ષ પછી મેલબોર્નમાં કોઈ ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લીવાર ભારતને 1981માં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ મેલબોર્નમાં જીત મેળવી હતી. આ અગાઉ ભારતે એડિલેડ ટેસ્ટ 31 રનથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતને સાતમી જીત મળી છે. ભારતે બીજી ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મેચના પાંચમા દિવસે ભારતને જીત માટે માત્ર બે વિકેટોની જરૂર હતી, પણ વરસાદે શરૂઆતથી જ મેચમાં ખલેલ પાડવાની શરૂઆત કરી દીધી હતી. ભારતે મેચ શરૂ થયાના થોડાક સમય બાદ કમિન્સને 63 રને આઉટ કર્યો ત્યારબાદ ઇશાંત શર્માએ લિયોનને આઉટ કર્યો હતો અને આમ ટીમે ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ બીજી ઇનિંગમાં 261 રને સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી આ ઇનિંગમાં જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટો ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને ઇશાંત શર્માએ બે - બે વિકેટો ઝડપી હતી