મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપમાં મેરીકોમે છઠ્ઠો ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ
Live TV
-
વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મેરીકોમે ઈતિહાસ રચતાં 6 ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બોક્સરની ઉપાધિ મેળવી છે. 35 વર્ષીય મણિપુરી બોક્સરે યુક્રેનની બોક્સરને 5-0થી મ્હાત આપી ભારતનો ધ્વજ વધુ ઊંચે લહેરાવ્યો.
ભારતીય બૉક્સર ખિલાડી મેરી કૉમે શનિવારે આઈબા મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 48 કિગ્રાનો ખિતાબ પોતાને નામ કરી લીધો હતો. મેરી કૉમે ફાઈનલમાં યુક્રેનની હના ઓખોટાને 5-0થી હરાવી સુવર્ણ પદક જીતી લીધો છે. આ સાથે જ મેરી કૉમ છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનારી વિશ્વની પ્રથમ ખિલાડી બની ગઈ છે.
તેની પહેલા મેરી કૉમે વર્ષ 2002, 2005, 2006, 2008 અને 2010માં વિશ્વ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી ચૂકી છે.