રાંચી ટેસ્ટઃ પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 224/3, રોહિતની સદી
Live TV
-
ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી 224 રન બનાવી લીધા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી 224 રન બનાવી લીધા છે. રોહિત શર્મા (117 રન) અને રહાણે (83 રન) ક્રીઝ પર છે. ટી-બ્રેક બાદ રમત વરસાદને કારણે ધોવાય ગઈ હતી.
રમત રોકાઇ ત્યારે પોતાના કરિયરની છઠ્ઠી અને આ સિરીઝની ત્રીજી સદી ફટકારનાર રોહિત શર્મા 117 અને રહાણે 83 રન બનાવી અણનમ હતા. ભારતે મયંક અગ્રવાલ (10), ચેતેશ્વર પૂજારા (0) અને કેપ્ટન કોહલી (12)ની વિકેટ ગુમાવી છે.