હિટમેન રોહિત શર્માનો રેકોર્ડ
Live TV
-
દક્ષિણ આફ્રિકા સામે ભારત મજબૂત સ્થિતિમાં
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ ટેસ્ટ શ્રેણીના ત્રીજા અને અંતિમ મુકાબલામાં બીજા દિવસની રમતમાં દક્ષિણ આફ્રિકાએ પોતાના પ્રથમ દાવમાં બે વિકેટ ગુમાવીને 9 રન કર્યા છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડી એલ્ગરને મોહમ્મદ શમીએ શૂન્ય રને આઉટ કરી દીધો છે. તો આ પહેલાં ભારતે 9 વિકેટ ગુમાવીને 497 રન પર પોતાનો પહેલો દાવ ઘોષિત કર્યો હતો. ભારતે ગઇકાલે પહેલાં દિવસના સ્કોર 3 વિકેટ પર 324 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પહેલાં દિવસના બેટ્સમેન અજિંક્ય રહાણે અને રોહિત શર્માએ આગળ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રહાણે એ પોતાની સદી પૂર્ણ કરી હતી. વર્ષ 2016 બાદ અજિંક્ટ રહાણેની ભારતમાં આ પહેલી સદી છે. ત્યાર બાદ રહાણે 115 રને આઉટ થયો હતો. તો રોહિત શર્મા પોતાની કારકીર્દીની પ્રથમ ડબલ સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો