Skip to main content
Settings Settings for Dark

India vs South Africa : ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત જીતથી માત્ર 2 વિકેટ દૂર

Live TV

X
  • ભારતીય ટીમ રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે જીતથી માત્ર 2 વિકેટ દૂર છે. ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની 16 વિકેટ પડી હતી. ભારતીય બોલર્સે ગ્રુપમાં એટેક કરતા પ્રથમ દાવમાં તેમને 162 રનમાં ઓલઆઉટ કર્યું હતું. 335 રનની લીડ મેળવી યજમાને ફોલોઓન કર્યું હતું.

    દક્ષિણ આફ્રિકા ભારત સામે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં 162 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને પ્રથમ દાવમાં 335 રનની લીડ મળી છે અને તેણે મહેમાન ટીમ પર ફોલોઓન કર્યું છે. પ્રોટિયાસ માટે ઝુબેર હમઝાએ મેડન ફિફટી ફટકારતાં 62 રન કર્યા હતા. તે ઉપરાંત ટેમ્બા બાવુમાએ 32 રન અને જોર્જ લિન્ડેએ 37 રનનું યોગદાન આપ્યું હતું. તેમનો અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં રન સ્કોર કરી શક્યો ન હતો. રિદ્ધીમાન સાહા આંગળીમાં ઇજા થતા ગ્રાઉન્ડની બહાર ગયો અને ઋષભ પંતે તેની જગ્યાએ વિકેટકીપર તરીકે ફરજ નિભાવી હતી. ભારત માટે ઉમેશ યાદવે 3 વિકેટ, જયારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી હતી.

    ઉમેશ યાદવ ભારતમાં સતત પાંચ ઇનિંગ્સમાં 3થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. ઘરઆંગણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ઉમેશનું પ્રદર્શન: 6/88, 4/45, 3/37, 3/22 અને 3/40. ભારત ઘરઆંગણે છેલ્લે એક સીરિઝમાં શ્રીલંકા પર બે વાર ફોલોઓન કર્યું હતું. 1993ની તે સીરિઝમાં ઇન્ડિયાએ લંકા પર લખનૌ અને બેંગ્લુરુ ખાતે ફોલોઓન કર્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply