Skip to main content
Settings Settings for Dark

રાજકોટ ટેસ્ટઃ ભારત વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 272 રને હરાવ્યું

Live TV

X
  • 86 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ ભારતનો સૌથી મોટો ટેસ્ટ વિજય છે.

    ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટનું પરિણામ ત્રીજો દિવસ પૂરો થાય તે પહેલાં જ આવી ગયું છે. ભારતે વિન્ડીઝને એક ઇનિંગ અને 272 રને પરાજય આપ્યો છે. આ ભારતની ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટી જીત છે. ભારતે પહેલી ઇનિંગમાં 9 વિકેટ 649 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં વિન્ડીઝની પહેલી ઇનિંગ 181 રન સમેટાઈ જતાં ફોલોઓન થઈ હતી. બીજી ઇનિંગમાં પણ પોવેલ સિવાય કોઈ બેટ્સમેન રમી નહોતો શક્યો અને વિન્ડીઝ 196 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી બીજી ઇનિંગમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપવાની સિદ્ધી હાંસલ કરી.

    આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ પહેલી ઇનિંગ 181 રન કરીને ઓલઆઉટ થઈ ગયું. તેને ફોલોઓન ટાળવા 450 રન કરવાના હતા, પરંતુ તે એવું ન કરી શકી. પહેલી ઇનિંગના આધારે ભારતને 468 રનની લીડ મળી હતી. શુક્રવારે ટેસ્ટના બીજા દિવસે ભારતે 9 વિકેટ પર 648 રન કરીને પહેલી ઇનિંગ ડિક્લેર કરી દીધી હતી. પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સેન્ચૂરી ફટકારી. વિરાટે પોતાની 24મી સેન્ચૂરી ફટકારી. બીજી તરફ, વિન્ડીઝે બીજા દિવસની રમત પૂરી થવાના સમયે પહેલી ઇનિંગમાં 6 વિકેટ પર 94 રન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply