રાજ્યના ફૂટબૉલ પ્લેયરને મળશે વિશ્વ ફલક પર નામના, અમદાવાદમાં ખાસ તાલિમ
Live TV
-
દેશના સૌથી વિશાળ ફૂટબોલ પ્રોગ્રામનો હવે અમદાવાદમાં પ્રારંભ થશે. ફૂટબોલના વિવિધ કોચ આ પ્રોગ્રામમાં જોડાશે અને રાજ્યનાં પ્રતિભાશાળી ખેલાડીઓને તાલીમ આપી તેઓને વિશ્વ ફલક પર લઈ જવાશે.
પાંચથી સોળ વર્ષ સુધીનાં વિદ્યાર્થીઓને કોચિંગ મેથોલોજીનાં અનુભવ દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમ અંતર્ગત તાલીમ અપાશે. ગુજરાતના બાળકોમાં રમત-ગમત ક્ષેત્રે ખૂબ પ્રતિભા રહેલી છે. જને યોગ્ય તાલીમ અને માર્ગદર્શનથી રાષ્ટ્રીય કક્ષા સુધી તક ઉભી કરવા માટે મોકો મળશે તેમ ફૂટબોલના ખ્યાતનામ ખેલાડી ભાઈચૂંગ ભૂટિયાએ જણાવ્યું હતું.