રાહુલ દ્રવિડને ICCના ‘હોલ ઓફ ફેમ’માં સામેલ
Live TV
-
ક્રિકેટની દુનિયામાં ‘ધ વોલ’ના નામથી જાણીતા રાહુલ દ્રવિડને આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ‘હોલ ઓફ ફેમ’માં સામેલ કરાયા છે. 45 વર્ષના રાહુલ દ્રવિડ આ સ્થાને સામેલ થનારા પાંચમાં ભારતીય ક્રિકેટર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગને અને ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર ક્લેયર ટેલરને પણ ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- ભારતીય સમયના આધારે મોડી રાત્રે આઈસીસીએ ડબ્લિન( આયરલેંડ) ખાતે એક કાર્યક્રમમાં રાહુલ દ્રવિડના નામની જાહેરાત કરી હતી. આ પહેલા વર્ષ 2015માં અનિલ કુંબલેને પણ ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન મળી ચૂક્યું છે. જ્યારે બિશનસિંહ બેદી, કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરને વર્ષ 2009માં ‘આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ’માં સામેલ કરાયા હતા.
- રાહુલ દ્રવિડે ( 1996-2012) પોતાના ટેસ્ટ કરિયર દરમિયાન 13288 રન બનાવ્યા. સૌથી વધુ રન બનાવવાની લિસ્ટમાં સચિન તેંદુલકર ( 15921) અને રિકી પોન્ટિંગ (13378) અને જેક કેલિસ (13289) રન સાથે ચોથા સ્થાન પર છે. દ્રવિડે 2000ના દશકમાં ભારતને અનેક ટેસ્ટ મેચમાં જીત અપાવી હતી.